NHS આંતરડાના કેન્સરની તપાસ: તમારી પરીક્ષણ કિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના સૂચનો (Gujarati)
અપડેટ થયેલ 2 October 2024
Applies to England
1. તમારી પરીક્ષણ કિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના સૂચનો

નમૂના બોટલ પર બીરોમાં તારીખ લખો
તમારા મળને પકડવા માટે કન્ટેનર અથવા ટોઇલેટ પેપરના સ્તરોનો ઉપયોગ કરો
તમારા મળને ટોઇલેટના પાણી સાથે સ્પર્શ થવા દેશો નહી

નમૂના બોટલ ખોલવા માટે ઢાંકણું ફેરવો
બધા ખાંચા આવરી લેવામાં ન આવે ત્યાં મળ સાથે સ્ટિ ક પર સ્ક્રૅપ કરીને નમૂનો એકત્રિત કરો
પરીક્ષણ કરવા માટે અમારે ફક્ત થોડા જ મળની જરૂર છે. કૃપા કરીને વધારાનું ઉમેરશો નહીં!

સ્ટીકને બોટલમાં પાછી મૂકો અને તેને બંધ કરવા માટે કૅપ પર ‘ક્લિક’ કરો
ઉપયોગ કર્યા પછી બોટલ ફરીથી ખોલશો નહીં
ઉપયોગ કર્યા પછી કૃપા કરીને તમારા હાથ ધોઈ નાખો

ખાતરી કરો કે તમે નમૂનાની બોટલ પર તારીખ લખી છે
નમૂનાની બોટલ આપવામાં આવેલ પરત પરબિડીયામાં મૂકો
ટેપને કાઢી લો, અને પરબિડિયાને સીલ કરીને પોસ્ટ કરો
કૃપા કરીને શક્ય તેટલું જલ્દી પોસ્ટ કરો